કેમ છો?
એક ટચૂકડો-નાનકડો પ્રોજેક્ટ* આપણે શરુ કરી શકીએ છીએ. વિકિપીડિઆમાં
ગુજરાતી સાહિત્ય પરિષદની મદદથી ગુજરાતી લેખકોના અનેક સરસ-વિસ્તૃત લેખો
ઉમેરાયા છે (આડવાત: જોકે મોટાભાગનાં ને વિકિ ફોરમેટમાં ગોઠવવાની જરુર છે)
પરંતુ, મોટાભાગના લેખોમાં લેખકોની છબીઓ ખૂટે છે.
તો, જે મિત્રો લેખકોને અંગત રીતે ઓળખતા હોય તેઓ,
૧. તેમની મુલાકાત લઇને, મંજૂરીથી ફોટો પાડી આવે.
૨. તેમની છબીઓ જો સાહિત્ય પરિષદ પાસે હોય અને કોઇ મિત્ર તેમની જોડે વાત
કરીને વિકિપીડિઆ મંજૂર લાયસન્સમાં મૂકે (કોમન્સ).
૩. આપણે લેખકોના સરનામાં ભેગા કરીએ અને શહેર પ્રમાણે મિત્રોને સોંપીએ.
* હાલમાં મેં જય વસાવડાની છબી અપલોડ કરી છે, તેના પરથી આવેલો વિચાર.
આભાર. તમારા વિચારો જણાવવા વિનંતી.
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com