ભાઈઓ અને બહેનો,
આજથી આપણા ગુજરાતી વિકિપીડિયામાં હોટકેટ (HotCat) નામનું નવું સાધન આપણા મિત્ર હર્ષભાઈ (સભ્ય:Harsh4101991)ની મદદથી ઉપલબ્ધ થયું છે. આને કારણે કોઈપણ લેખમાં નવી શ્રેણી ઉમેરવાનું, વણજોઈતી દૂર કરવાનું કે બદલવાનું કામ સરળ થઈ જશે. આશા છે કે આપને ખ્યાલ હશે જ કે પહેલેથી આપણી પાસે લેખને હટાવવા માટે ઝડપથી અંકિત કરવા માટેનું સાધન QuickDelete હતું. આપ આ સાધનોને આપની "મારી પસંદhttp://gu.wikipedia.org/wiki/વિશેષ:પસંદ"માં જઈને ત્યાં "યંત્રો/સાધનોhttp://gu.wikipedia.org/wiki/વિશેષ:પસંદ#mw-prefsection-gadgets" હેઠળ જોઈ શકશો. તમારી જરૂરિયાત મુજબના સાધનોને સક્રિય કરવા માટે તેની આગળ રહેલા ખાનામાં ક્લિક કરવાનું રહેશે.
તો આ સુવિધાઓનો લાભ ઉઠાવો અને વધુને વધુ યોગદાન કરો.
આપનો સેવક,
ધવલ સુ. વ્યાસ (સભ્ય:Dsvyas)