ભાઈઓ અને બહેનો,
 
આજથી આપણા ગુજરાતી વિકિપીડિયામાં હોટકેટ (HotCat) નામનું નવું સાધન આપણા મિત્ર હર્ષભાઈ (સભ્ય:Harsh4101991)ની મદદથી ઉપલબ્ધ થયું છે. આને કારણે કોઈપણ લેખમાં નવી શ્રેણી ઉમેરવાનું, વણજોઈતી દૂર કરવાનું કે બદલવાનું કામ સરળ થઈ જશે. આશા છે કે આપને ખ્યાલ હશે જ કે પહેલેથી આપણી પાસે લેખને હટાવવા માટે ઝડપથી અંકિત કરવા માટેનું સાધન QuickDelete હતું. આપ આ સાધનોને આપની "મારી પસંદ"માં જઈને ત્યાં "યંત્રો/સાધનો" હેઠળ જોઈ શકશો. તમારી જરૂરિયાત મુજબના સાધનોને સક્રિય કરવા માટે તેની આગળ રહેલા ખાનામાં ક્લિક કરવાનું રહેશે.
 
તો આ સુવિધાઓનો લાભ ઉઠાવો અને વધુને વધુ યોગદાન કરો.
 
આપનો સેવક,
 
ધવલ સુ. વ્યાસ
(સભ્ય:Dsvyas)