I just had chance to look at an experimenatl video prepared by ShrI Dhaval Vyas as an aid
of Introduction to Wikipedia.
Thhat one is modelled well in so far as the process is concerned. We may need to create a
separate presentation as well as a written document which describbe the Scope , Nature of
Activities, Essentail Dos & Don'ts etc. as A comprehensive Introduction to Guj
Wikipedia and Guj Wiki Source as well as a separte presenataion /video and a written
document for the procedures of operations for active partcipation on these platforms.
I have attached the draft presentation by Shri Syshant Savla , more as n exmple of what I
have talked hereabove. Please note that Shri Sushant Savala has forwarded this to a small
group for carrying out the improvements in this presenation. Hence, we may avaoid any
firther distribution, till it is formally released by Sushantbhai.
________________________________
From: Ashok Vaishnav <ashokmvaishnav(a)yahoo.com>
To: "wikipedia-gu(a)lists.wikimedia.org" <wikipedia-gu(a)lists.wikimedia.org>
Sent: Tuesday, September 4, 2012 10:32 AM
Subject: ગુજરાતી ભાષા સાથે ડીજીટલ સ્વરુપે કામ કરવા અંગેના વિચારના પ્રસાર બાબતે ચર્ચા
વિદ્યાર્થીકાળથીજ
ગુજરાતી ભાષાનાં ડીજીટલ સ્વરૂપ સાથે કામ કરવાનો મહાવરો પડે તેવા આશયથી
Wikimedia
India Chapterનાં નૂપુરબહેન રાવળ અને
તેમની સહયોગી ટીમદ્વારા ગુજરાતની કેટલીક
શાળાઓના સંપર્ક કરવાનું શરૂ કરાયું .
તેમના પ્રથમ
પ્રયાસનો સકારાત્મક પ્રતિઘોષ અમદાવાદની
ત્રિપદા શિક્ષણ ટ્રસ્ટનાં સંચાલન મંડળએ
આપ્યો. જેને પરિણામે તેઓની શાળાઓ ઉપરાંત અન્ય ૧૦ શાળાઓનાં વિદ્યાર્થીઓને કોઇ પણ એક
ગુજરાતી સાહિત્યકાર વિષે ૩૦૦ થી ૫૦૦ શબ્દનો સંશોધનાત્મક લેખ લખવાની એક નાની
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શાળાઓને આ વિષે
જાણ કરવામાટે સંપર્ક કરવાનો પ્રથમ
તબક્કો પૂરો થયો છે.તે સાથે સપ્ટેમ્બર ૯,૨૦૧૨ સુધી મળી રહે તેવી સમયરેખા સાથે આ શાળાઓનાં
વિદ્યાર્થીઓને તેમના પ્રથમ પ્રયાસ
સ્વરૂપ નિબંધને 'ત્રિપદા' શિક્ષણ વિષયક સંદેશ માધ્યમThe Open Page
[theopenpage.co.in] ને પહોંચતા કરવાનું આમંત્રણ અપાયું છે.
બીજા તબક્કામાં
તેમાંથી પસંદ કરાયેલ ૧૦ થી ૨૦
લેખનાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર ગુજરાતીમાં ટાઇપ
કરવાની તાલિમ આપી તેમના હજૂ વધારે સુગઠિત કરાયેલ લેખોને વિકિજ્ઞાનકોષપર મુકવાનું
વિચારાયું છે.
આ તબક્કો પૂરો
કરવા માટે સપ્ટેમ્બર ૧૬,૨૦૧૨ની
તારીખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો
છે.
તે પછીથી આ
પ્રયોગને વધારે વ્યાપક અને સ્વયંસંચાલિત
પણે ચાલતો રાખવા વિષે સક્રિય વિચારણાની
જરૂર છે.
વિકિસ્રોતના
સ્થાપક સભ્યોપૈકી શ્રી સુશાંત સાવલાનું
સુચન છે કે દરેક શાળા ગુજરાતી મુકત
સાહિત્યનાં પુસ્તકોને ડીજીટાઇઝ કરવાની પ્રવૃતિને તેમની ઇતર-પ્રવૃતિનો એક સ્થાયી
કાર્યક્રમ બનાવે. આ વિચારના પ્રસાર્માટે તેઓ જરૂરી સાહિત્ય પણ તૈયાર કરી રહ્યા છે.
આવું જ
પ્રચારસાહિત્ય વિકિજ્ઞાનકોષ અને Wikimedia
India Chapterવિષે પણ આ જ સમયમર્યાદામાં તૈયાર થાય તે
મહત્વનું છે જેથી કોઇ પણ સભય સરળતાથી
પોતપોતાનાં વર્તુળમાં આ વિચારનો પ્રસાર કરી શકે.
-- અશોક વૈષ્ણવ