શ્રી.સુશાંતભાઈ, ધવલભાઈ અને મિત્રો. અભિનંદન ! આવો ઝક્કાસ વિચાર આવવા બદલ ! ગુજરાતીભાષાનું સાહિત્ય (જે કૉપીરાઈટ મુદ્દે વ્યાજબી કે ખરૂં ઉતરતું હોય) આ પ્રમાણે સમૂહકાર્ય દ્વારા સ્રોત પર ચઢાવવાનો વિચાર ખરે જ વખાણવા લાયક છે. હું આ કાર્યમાં આપ સૌની સાથે છું. મારી ટાઈપ ઝડપ વિષયે તો મને ખબર નથી કિંતુ આપ મને હાલ તુરંત એક પ્રકરણ મોકલશો તો હું તે એક દિવસમાં ટાઈપ કરી નાખીશ. (એક નમ્ર સૂચન, આ પરિયોજના હેઠળ દરેકને ચોક્કસ, અલગ અલગ પાનાઓ ફાળવવા જેથી બે-ત્રણ જણાને એકની એક વસ્તુ ટાઈપ કરવાની ખોટી મહેનત ન કરવી પડે)
તો પ્રથમ ટ્રાયલ માટે મારા ભાગનાં પાનાઓની રાહ જોઈશ. આભાર.
On 3/19/12, sushant savla sushant_savla@rediffmail.com wrote:
વિકિસોર્સ ગુજરાતી - પ્રસ્તાવિત પરિયોજના
મિત્રો, આપ સૌને મેઈલિંગ લીસ્ટ વતી જાણ થઈ ગઈ હશે કે આપણા ગુજરાતી વિકિ એ ૧૦૦૦ લેખ પૂર્ણ કરી એક પગથિયું વટાવ્યું છે. આ ટપ્પો પૂર્ણ થતાં હવે એક નવું અભિયાન
- પરિયોનજના શરૂ કરવાનો પ્રસ્તાવ છે તે વિષેની રૂપ રેખા મુકું છું. જાણું છું
કે આ યોગ્ય ફલક નથી પણ જ્યાં સુધી સોર્સનું ઘર બાંધકામ હેઠળ છે ત્યાં સુધી તેમના ભાઈના ઘેર થી કામકાજ ચલાવાય તેમાં સભ્યોને આપત્તિ નહીં હોય. (આમ પણ આ બંને પરિયોજના એક બીજાના હાર્દીક સહયોગ સાથે વધે તે ઈચ્છનીય છે)
પરિયોજના
અત્યાર સુધીના સોર્સ પરના મોટા ભાગના લેખો કાવ્ય સ્વરૂપે છે. અને અમુક લેખો ગદ્ય સ્વરૂપે પણ છે. વિકિ મીડિયાના પ્રતિનિધિ અનુસાર હવે સમાજે અમુક પુસ્તક પણ શામિલ કરવું જોઈએ. તે હિસાબે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક પુસ્તક ચઢાવવાની પરિયોજના છે. આ માટે ગાંધીજી દ્વારા લિખિત ૪૪ પાનાનું એક નાનું પુસ્તક પસંદ કરાયું છે. જો આપ આ નાનકડી પરિયોજનામાં શામિલ થઈ અને ગુજરાતી વિકિઓ ટીમ વર્કમાં પણ પાવરધા છે તે બતાવી દેવા માંગતા હોવ તો તો નીચે તમારી સહમતી તમારી ટાઈપ કરી શકવાની ક્ષમતા સાથે જણાવો .
સહભાગી સભ્ય પાસેથી અપેક્ષા: મુખ્ય કામ આપરિયોજનામાં ટાયપિંગનું છે. સહભાગી સભ્યને તેમની શક્તિ અનુસાર સ્કેન કોપી ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે. જે તેણે ટાઈપ કરીને ચઢવવાની હશે. ૧ પ્રકરણની સાઈઝ ૬૦૦ શબ્દો કે બે પાના જેટલી હશે. તમે કેટલું ટાઈ પ કરી શકશો તે જણાવશો. --sushant (talk) ૦૪:૨૧, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)