મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "સોરઠ, તારાં વહેતાં પાણી"નું અક્ષરાંકન
પૂર્ણ થયું છે. પરિયોજના - "રાઈનો પર્વત" ૯૦% પૂર્ણ થઈ છે, તેના સર્વ પ્રકરણો
સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૪ હેઠળ ગુજરાતના કબીર એવા અખાની રચનાઓને
"અખાના અનુભવ" એ પરિયોજના હેઠળ સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ
પરિયોજના હેઠળ "અખાના છપ્પા", "અખેગીતા", "અનુભવબિંદુ" અને
"પંચીકરણ" એ ચાર કૃતિઓ ચઢાવવાની છે. પરિયોજનાનું વ્યવસ્થાપન જુનાગઢના આપણા મિત્ર
વ્યોમ અને અશોકભાઈ મોઢવાડીયા સહિયારી રીતે કરશે.
ગુજરાતી ભાષાની આ પ્રાચીન કૃતિઓને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી
(લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવ