મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "સોરઠ, તારાં વહેતાં પાણી"નું અક્ષરાંકન પૂર્ણ થયું છે. પરિયોજના - "રાઈનો પર્વત" ૯૦% પૂર્ણ થઈ છે, તેના સર્વ પ્રકરણો સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૪ હેઠળ ગુજરાતના કબીર એવા અખાની રચનાઓને "અખાના અનુભવ" એ પરિયોજના હેઠળ સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ પરિયોજના હેઠળ "અખાના છપ્પા", "અખેગીતા", "અનુભવબિંદુ" અને "પંચીકરણ" એ ચાર કૃતિઓ ચઢાવવાની છે. પરિયોજનાનું વ્યવસ્થાપન જુનાગઢના આપણા મિત્ર વ્યોમ અને અશોકભાઈ મોઢવાડીયા સહિયારી રીતે કરશે.

ગુજરાતી ભાષાની આ પ્રાચીન કૃતિઓને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5

આભાર.

સુશાંત સાવ

Get your own FREE website and domain with business email solutions, click here