મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શારદા મહેતા રચિત જીવન ચરિત્ર "ફ્લૉરેન્સ
નાઇટિંગેલનું જીવન ચરિત્ર" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૫-૨૦૧૫ ના
દિવસે ચાલુ થઈ અને ૨૫-૦૫-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ),
કૃષ્ણકુમાર જે ઠાકર, સતિષચંદ્ર (ભરૂચ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
બ્રિટેનમાં અને ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં નર્સીંગના કાર્યને પદ્ધતીસર બનવનાર ફ્લૉરેન્સ
નાઇટિંગેલ એક મહાન વ્યક્તિત્વ હતાં તેમના જીવનની આછેરી ઝલક આ પુસ્તકમાંથી મળે છે. આવા પ્રબળ
વ્યક્તિત્વના જીવન ચરિત્રનું આલેખન પણ ગુજરાતીભાષાના પ્રથમ મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ્સમાંના એક
એવા "શારદા મહેતા"એ કર્યું છે.
ફ્લોરેન્સ નાઇટેંગલના ત્યાગ અને નેતૃત્વ આદુ ગુણોનો ચિતાર આપતા આ જીવન ચરિત્રને વાંચવા આપ
સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%B…
સુશાંત સાવલા