સુશાંતભાઈ,
ખુબા સુંદર વિચાર છે. આપણે સહુએ સાથે રહીને ચાલાવુંમ જોઈએ. અને તમે આ ફલક પસંદ કરીને કશું
ખોટું નથી કર્યું. મેં અગાઉ જણાવ્યું જ હતું કે આ ટપાલયાદી ગુજરાતી ભાષાની બધી જ પરિયોજનાઓ
માટે છે. આ ભાઇનું ઘર નહિ પણ સ્રોતનું પોતાનું ઘર છે, કેમકે ગુજરાતી હોવાને નાતે આપણે ભારતીય
છીએ અને ભારતીય પરંપરામાં વિભક્ત કુટુંબની વાત નથી, આપણે હંમેશા સંયુક્ત કુટુંબનો જ આગ્રહ
રાખવો. પ્રાથમિક ધોરણે વિકિપીડિયા માટે, પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણે (મજાક)
વિકિસ્રોત, વિક્ષનરી, વિકિઅવતરણ જેવી અન્ય ગુજરાતી પરિયોજનાઓની ચર્ચા પણ આપણે અહીં જ કરવાની
છે.
અશોકભાઈની સાથે-સાથે હું પણ આ કામમાં સહભાગી થવા ઈચ્છીશ, તો તમે મને પણ બે-ત્રણ પાના સ્કેન
કરીને મોકલી દેશો જેથી હું તે કામમાં પરોવાઈ જાઉં.
છેલ્લે, વિકિમીડિયાના પ્રતિનીધિએ એવો કોઈ ચોક્કસ આગ્રહ રાખ્યો નથી, એ તો એક માત્ર સુચન હતું.
વિકીસ્રોતમાં ફક્ત કવિતાઓ, ભજનો અને ગરબાઓ જ ના હોતા ગદ્ય પણ હોવા જોઈએ એ એક સામાન્ય વાત છે.
હવે જ્યારે આપણે ૧,૦૦૦ લેખોનું એક લક્ષ્ય હાસિલ કરી લીધું છે ત્યારે આપણી નૈતિક ફરજ બને છે કે
આપણે પ્રકાશાનાધિકારથી મુક્ત હોય તેવા ગદ્યો પણ ત્યાં મુકીએ. આપે પસંદ કરેલા ગાંધીજીનાં
પુસ્તક ઉપરાંત ભગવદ ગીતા અને ગાંધીજીની આત્મકથા પણ અપૂર્ણ સ્વરૂપે વિકિસ્રોતમાં છે, જેને
પૂર્ણ કરવાના કામમાં પણ હું આપણા સમુદાયની મદદ ચાહીશ. હા, આ સ્વૈચ્છિક કાર્ય છે, એટલે જો આપની
ઈચ્છા હોય તો જ આપ તેમાં જોડાઈ શકો છો, તેને માટે કોઈ બંધન કે દબાણ નથી.
આભાર,
ધવલ
-----Original Message-----
From: Ashok Modhvadia [mailto:ashokmodhvadia@gmail.com]
Sent: 19 March 2012 07:09
To: sushant savla
Cc: Vyas, Dhaval [ICG-GTS NE]; wikipedia-gu(a)lists.wikimedia.org
Subject: Re: [Wikipedia-gu] ????????? ??????? - ?????????? ????????
શ્રી.સુશાંતભાઈ, ધવલભાઈ અને મિત્રો.
અભિનંદન ! આવો ઝક્કાસ વિચાર આવવા બદલ ! ગુજરાતીભાષાનું સાહિત્ય (જે
કૉપીરાઈટ મુદ્દે વ્યાજબી કે ખરૂં ઉતરતું હોય) આ પ્રમાણે સમૂહકાર્ય દ્વારા
સ્રોત પર ચઢાવવાનો વિચાર ખરે જ વખાણવા લાયક છે. હું આ કાર્યમાં આપ સૌની
સાથે છું. મારી ટાઈપ ઝડપ વિષયે તો મને ખબર નથી કિંતુ આપ મને હાલ તુરંત એક
પ્રકરણ મોકલશો તો હું તે એક દિવસમાં ટાઈપ કરી નાખીશ. (એક નમ્ર સૂચન, આ
પરિયોજના હેઠળ દરેકને ચોક્કસ, અલગ અલગ પાનાઓ ફાળવવા જેથી બે-ત્રણ જણાને
એકની એક વસ્તુ ટાઈપ કરવાની ખોટી મહેનત ન કરવી પડે)
તો પ્રથમ ટ્રાયલ માટે મારા ભાગનાં પાનાઓની રાહ જોઈશ. આભાર.
On 3/19/12, sushant savla <sushant_savla(a)rediffmail.com> wrote:
વિકિસોર્સ ગુજરાતી - પ્રસ્તાવિત પરિયોજના
મિત્રો, આપ સૌને મેઈલિંગ લીસ્ટ વતી જાણ થઈ ગઈ હશે કે આપણા ગુજરાતી વિકિ એ ૧૦૦૦
લેખ પૂર્ણ કરી એક પગથિયું વટાવ્યું છે. આ ટપ્પો પૂર્ણ થતાં હવે એક નવું અભિયાન
- પરિયોનજના શરૂ કરવાનો પ્રસ્તાવ છે તે વિષેની રૂપ રેખા મુકું છું. જાણું છું
કે આ યોગ્ય ફલક નથી પણ જ્યાં સુધી સોર્સનું ઘર બાંધકામ હેઠળ છે ત્યાં સુધી
તેમના ભાઈના ઘેર થી કામકાજ ચલાવાય તેમાં સભ્યોને આપત્તિ નહીં હોય. (આમ પણ આ
બંને પરિયોજના એક બીજાના હાર્દીક સહયોગ સાથે વધે તે ઈચ્છનીય છે)
પરિયોજના
અત્યાર સુધીના સોર્સ પરના મોટા ભાગના લેખો કાવ્ય સ્વરૂપે છે. અને અમુક લેખો
ગદ્ય સ્વરૂપે પણ છે. વિકિ મીડિયાના પ્રતિનિધિ અનુસાર હવે સમાજે અમુક પુસ્તક પણ
શામિલ કરવું જોઈએ. તે હિસાબે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક પુસ્તક ચઢાવવાની
પરિયોજના છે. આ માટે ગાંધીજી દ્વારા લિખિત ૪૪ પાનાનું એક નાનું પુસ્તક પસંદ
કરાયું છે. જો આપ આ નાનકડી પરિયોજનામાં શામિલ થઈ અને ગુજરાતી વિકિઓ ટીમ વર્કમાં
પણ પાવરધા છે તે બતાવી દેવા માંગતા હોવ તો તો નીચે તમારી સહમતી તમારી ટાઈપ કરી
શકવાની ક્ષમતા સાથે જણાવો .
સહભાગી સભ્ય પાસેથી અપેક્ષા: મુખ્ય કામ આપરિયોજનામાં ટાયપિંગનું છે. સહભાગી
સભ્યને તેમની શક્તિ અનુસાર સ્કેન કોપી ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે. જે તેણે
ટાઈપ કરીને ચઢવવાની હશે. ૧ પ્રકરણની સાઈઝ ૬૦૦ શબ્દો કે બે પાના જેટલી હશે. તમે
કેટલું ટાઈ પ કરી શકશો તે જણાવશો. --sushant (talk) ૦૪:૨૧, ૧૯ માર્ચ ૨૦૧૨
(UTC)
--
**ɐıpɐʌɥpoɯ ʞoɥsɐ*
* Meet me at:::::>>
*http://vanchanyatra.wordpress.com*