નમસ્તે,
ઘણા સમય પછી હું આપ સૌને ઇ-મેઇલ કરી રહ્યો છું. મારી જોબની વ્યવસ્તતાને લઇને હું વિકિપીડિયા કે અન્ય કોઇ વિકિ પ્રોજેક્ટમાં યોગદાન આપી શકતો નથી. છેલ્લા કેટલાય સમયથી મને એક વિચાર આવી રહ્યો હતો કે આપણી ભાષામાં આપણે જે અક્ષરનો અવાર-નવાર ઉપયોગ કરીએ છીએ છતાં એને હજૂ આપણાં વ્યંજનમાં સ્થાન નથી મળ્યું. હું વાત કરી રહ્યો છું 'શ'માંથી અપભ્રંશ થયેલ અક્ષર કે જેનો ઉચ્ચાર આપણે શ અને હને વચ્ચેનો કરીએ છીએ તે. તો આના માટે આપણે બધાએ ભેગા થઇને યુનિકોડમાં શું દરખાસ્ત કરીવી જોઇએ કે? આપણાં સાહિત્યમાં કવિઓ તથા લેખકો દ્વારા પણ આ અક્ષરનો ઉપયોગ થાય છે પરંતુ તેનું અસ્તિત્વ ન હોવાના કારણે તેઓએે કાં તો 'સ', 'શ' કે છેલ્લે 'હ' નો ઉપયોગ કરવો પડે છે. આ બાબતે આપ સૌના પ્રતિભાગની આવશ્યકતા રહેલી છે. આપ મને ઇ-મેઇલ થી અથવા આ બાબત માટે લખેલ બ્લોગ (http://www.bharatvan.in/2017/01/blog-post.html) પર પ્રતિભાવ આપ વિનંતી છે.

આપનો વિશ્વાસુ,
નિલેશ બંધીયા