મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણીનો "સિંધુડો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આઝાદીની લડતના કાળ દરમ્યાન આલેખાયેલ શૌર્યગીતોનો આ સંગ્રહ છે. આ પરિયોજના ૨૧-૧૦-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨-૧૧-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ કાવ્ય સંગ્રહના અમુક કાવ્યો પહેલેથી મોજૂદ હતાં. બાકી કાવ્યો આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ (ભરૂચ), મહર્ષિ મહેતા (જર્મની) અને સુશાંત (મુંબઈ)એ સાથે મળી પૂર્ણ કર્યા હતાં. પુસ્તક વ્યોમભાઈ (જુનાગઢ)એ ઉપલ્બધ કરાવી આપ્યું હતું અને અશોકભાઈ મોઢવાડીયા (જુનાગઢ)એ પુસ્તકની સ્કેન કૉપી ઉપલબ્ધ કરાવી હતી. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ઝવેરચંદ મેઘાણીની આ શૌર્યભરી કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે.

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >