મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "વસુંધરાનાં વહાલાં દવલાં" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ૧૯મી સદીના ઉત્તર્રાધના સમયમાં સોરઠના અત્યંત નીચલા સ્તરના લોકો પર થતા અન્યાય અને તેમના સંતપ્ત જીવનને વણી લેતી આ એક રોચક નવલકથા છે. આ પરિયોજના ૨૧-૧૧-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૫-૧૨-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ(ભરૂચ), ધવલભઆઈ ભાવસાર (બારડોલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ઝવેરચંદ મેઘાણીની આ નવલકથાને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ નવલથાની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A6%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82


સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >