મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના "કુસુમમાળા"નું અક્ષરાંકન પૂર્ણ થયું છે અને "કંકાવટી" પૂર્ણતા ને આરે છે.

"કુસુમમાળા"એ નરસિંહરાવ દિવેટિયા રચિત કાવ્ય સંગ્રહ છે. આ કાવ્ય સંગ્રહમાં તેમના અનુપમ પ્રકૃતિ કાવ્યોનો સમાવેશ છે. અમુક કવિતઓમાં કવિએ ઘણી ખૂબીથી પ્રકૃતિના માધ્યમો દ્વારા આધ્યાત્મની વાત સહજ રીતે વર્ણવી છે. વિકિસ્રોત પર આ કાવ્ય ચઢાવવામાં સતિષચંદ્ર (ભરૂચ), વ્યોમ (જુનાગઢ), અશોક વૈષ્ણવ(અમદાવાઅદ), ધલવ ભાવસાર (બારડોલી), ભાવેશ મહેતા (મુંબઈ) નો સુંદર સહકાર્ય રહ્યો.સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

આ સાથે પરિયોજના ક્રમાંક ૨૦ હેઠળ ગાંધીજી રચિત "મંગળપ્રભાત" પુસ્તક્ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજી યરવાડા જેલમાં હતાં ત્યારે સાબરમતી આશ્રમમાં મંગળવારની પ્રાથર્ના પછી ગાંઘીજી દ્વારા લખી મોકલવામાં આવતું પ્રવચન વંચાતું. આ પ્રવચનોનો સંગ્રહ એટલેજ "મંગળપ્રભાત" વિકિસ્રોત પરના આ સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ સહકાર્ય કરી શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AE%E0%AA%82%E0%AA%97%E0%AA%B3%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4

આભાર.

સુશાંત સાવલા

Get your own FREE website and domain with business email solutions, click here