મિત્રો,
આપ જાણતા જ હશો કે આ વર્ષે વિકિમેનિયા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં ૧૨-૧૪ જુલાઈ દરમ્યાન યોજાઇ રહી છે. વિકિમેનિયા અને તેની આસપાસ સંકળાયેલી અન્ય ઇવેન્ટ્સ વિષે જાણવા માટે તમે http://wikimania2012.wikimedia.org/wiki/Main Pageની મુલાકાત લઈ શકો છો.
 
વિકિમેનિયા પરિષદમાં ભાગ લેવા માટેની જો તમને ઇચ્છા હોય અને તમે તે માટેનો ખર્ચ ઉપાડી શકો તેમ ના હોવ તો, તેને માટેની છાત્રવૃત્તિ (આર્થિક સહાય) હવે ઉપલબ્ધ છે. આ છાત્રવૃત્તિ વિષે જાણવા માટે http://wikimania2012.wikimedia.org/wiki/Scholarships જોઈ જુઓ. ખાસ કરીને બે પ્રકારની સહાય ઉપલબ્ધ છે, એક છે સંપૂર્ણ સહાય અને બીજી આંશિક સહાય. સંપૂર્ણ સહાયમાં તમને તમારા ઘરથી વોશિંગ્ટન સુધીનું આવવા-જવાનું ભાડું, પરિષદનું નોંધણી શુલ્ક અને રહેવાની સગવડ કરી આપવામાં આવશે. જ્યારે આંશિક સહાયમાં € ૩૦૦ તમારા વિમાનભાડા પેટે તમને ચુકવવામાં આવશે. આગળ આપેલી કડી પરથી આપને છાત્રવૃત્તિની અરજી કરવા માટેની લાયકાત, શું ધ્યાનમાં રાખવું, તથા તેનો નિર્ણય કયા પરિબળોને આધારે કરવામાં આવે છે તે વિષયક માહિતી મળી શકશે.
 
અરજી કરવા માટે https://secure.wikidc.org/wm/schols/ પર રહેલું અરજી પત્રક ભરવાનું રહેશે.
ઓલ ધ બેસ્ટ
If you are unable to read above Gujarati text, please find below message in English (though it is not word to word translation of above).
 
Friends,
Scholarship applications are now being accepted for Wikimania 2012 in Washington, D.C.  The application window will be one month (through
February 16). To learn more about Wikimania scholarships, see http://wikimania2012.wikimedia.org/wiki/Scholarships

To apply for a scholarship, you can fill out the application form here: https://secure.wikidc.org/wm/schols/

Good luck!
 
Dhaval S. Vyas