મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા વેવિશાળ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. સોરઠના વણિક કુટુંબોના ગ્રામ્ય જીવન અને મુંબઈમાં વસેલા આઝાદી પૂર્વેના જૈન વણિક પરિવારોમાં થયેલા વેવિશાળની આસપાસ આ કથા ગુંથાયેલી છે. ગરીબ નાયક, અમીર નાયિકા, ઠગ ખલનાયક, નાયિકાના અભિમાની વડીલ, નાયિકાની સમજુ અને ઠરેલ ભાભુ, નાયકનો ભડવીર ભાઈ બંધ જેવા શશક્ત પાત્રો આ નવલકથા ધરાવે છે. આ પરિયોજના ૦૫-૦૮-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૦૨-૦૯-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૫ મિત્રો સહભાગી થયા.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), ધવલભાઈ ભાવસાર (બારડોલી), વ્યોમ (જૂનાગઢ) કાર્તિકભાઈ મિસ્ત્રી (અમદાવાદ) , કોકિલાબેન મિસ્ત્રી, સતીષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.



સુશાંત સાવલા
Your company email & website at your own domain @ Rs. 67/month. 
Know More