મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઇચ્છારામ દેસાઈ રચિત નવલકથા "ગંગા - એક ગુર્જર વાર્તા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૭-૧૦-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૧૧-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), રવિ જોષી (ગોવા) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

તે સમયના સમાજમાં આદર્શ કુટુંબ કેમ નિર્માણ થાય તેવા ઉદ્દેશ સાથે આ કથા રચાયેલી છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE_-_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE

આભાર.

સુશાંત સાવલા