આમ તો ગુજરાતી વિકિપીડિયા પર ઘણો સમય નથી વિતાવી શકતી પણ આ મતદાન દ્વારા આપ સહુ નું કામ અને નિશ્ચય જોઇને મને ખુબ આનંદ થયો. કદાચ હું પણ નજીક ના ભવિષ્ય માં સક્રિય થવા પ્રયત્ન કરીશ!
અભિનંદન 
નૂપુર 

2012/3/10 Dhaval S. Vyas <dsvyas@gmail.com>

આપ સૌ મિત્રોનો આવા અપ્રતિમ પ્રતિસાદ માટે અંત:કરણપૂર્વક આભાર. મતદાન હવે અધિકૃત રીતે બંધ થયેલું જાહેર કરી મળેલા મતોની સારણી નીચે આપું છું.

ફોન્ટ

કુલ મત

વિશેષ ટિપ્પણી

રેખાબધા માન્ય (ધવલ, રંગીલો ગુજરાતી, Noopur28, Jaishree)
પદ્મા માન્ય (sushant)
આકાર
રઘુબધા માન્ય (Tekina, રંગીલો ગુજરાતી, ધવલ)
લોહિતબધા માન્ય (sushant, Vyom25, kondi)
સમ્યક૪+૧એક મત પાછો ખેંચવામાં આવ્યો, ૩ મત સભ્ય ના હોય તેવી વ્યક્તિના 125.18.131.130 અને 82.113.99.87 IP સરનામા પરથી માટે અમાન્ય (નિલેશ બંધીયા)
આકૃતિ એક મત માન્ય એક અમાન્ય કેમકે 115.246.47.162 IP સરનામા પરથી, અને તે પણ સમ્યક માટે. ફોન્ટના યોગ્ય લાયસન્સની જાણકારીનો અભાવ માટે ફોન્ટ અમાન્ય

આમ આ રસાકસીભરી ચૂંટણીમાં ફક્ત એક મતની સરસાઈથી રેખા ફોન્ટ વાળો લોગો વિજેતા જાહેર થાય છે. આનંદ એ વાતનો છે કે આ નિર્ણયને કારણે ગુજરાતી બંધુ પ્રકલ્પોમાં સામ્યતા જળવાઈ રહેશે, અને આપણા બંને લોગો એક સરખી ભાતના જોવા મળશે, જે આપણી ઓળખ બની શકે છે. એક સભ્યએ મોટા રેખા ફોન્ટને મત આપ્યો છે જ્યારે અન્ય કોઈ સભ્યએ રેખા ફોન્ટના કોઈ વિશેષ લોગોની તરફેણ નથી કરી, માટે જયશ્રીબેનના નિર્ણાયક મતની કદર કરતા તેમની પસંદગીનો લોગો આપણે બહુમતીથી પસંદ થયેલો જાહેર કરીએ છીએ.

ફરી એક વખત સૌ મતદાતાઓનો આભાર.
 
ધવલ
 
PS: I am not retying the whole content in English, just the summery of it: The community has chosen Logo with Rekha font (same as gu.wp logo font) with majority. If you need me to translate the whole message in English, please feel free to ask.

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu




--
Noopur Raval
Student
Arts and Aesthetics
Jawaharlal Nehru University, New Delhi
Ph: 9650567690