આપ સૌ મિત્રોનો આવા અપ્રતિમ પ્રતિસાદ માટે અંત:કરણપૂર્વક આભાર. મતદાન હવે અધિકૃત રીતે બંધ થયેલું જાહેર કરી મળેલા મતોની સારણી નીચે આપું છું.
ફોન્ટ |
કુલ મત | વિશેષ ટિપ્પણી | |
---|---|---|---|
રેખા | ૪ | બધા માન્ય (ધવલ, રંગીલો ગુજરાતી, Noopur28, Jaishree) | |
પદ્મા | ૧ | માન્ય (sushant) | |
આકાર | ૦ | ||
રઘુ | ૩ | બધા માન્ય (Tekina, રંગીલો ગુજરાતી, ધવલ) | |
લોહિત | ૩ | બધા માન્ય (sushant, Vyom25, kondi) | |
સમ્યક | એક મત પાછો ખેંચવામાં આવ્યો, ૩ મત સભ્ય ના હોય તેવી વ્યક્તિના 125.18.131.130 અને 82.113.99.87 IP સરનામા પરથી માટે અમાન્ય (નિલેશ બંધીયા) | ||
આકૃતિ |
| એક મત માન્ય એક અમાન્ય કેમકે 115.246.47.162 IP સરનામા પરથી, અને તે પણ સમ્યક માટે. ફોન્ટના યોગ્ય લાયસન્સની જાણકારીનો અભાવ માટે ફોન્ટ અમાન્ય |
આમ આ રસાકસીભરી ચૂંટણીમાં ફક્ત એક મતની સરસાઈથી રેખા ફોન્ટ વાળો લોગો વિજેતા જાહેર થાય છે. આનંદ એ વાતનો છે કે આ નિર્ણયને કારણે ગુજરાતી બંધુ પ્રકલ્પોમાં સામ્યતા જળવાઈ રહેશે, અને આપણા બંને લોગો એક સરખી ભાતના જોવા મળશે, જે આપણી ઓળખ બની શકે છે. એક સભ્યએ મોટા રેખા ફોન્ટને મત આપ્યો છે જ્યારે અન્ય કોઈ સભ્યએ રેખા ફોન્ટના કોઈ વિશેષ લોગોની તરફેણ નથી કરી, માટે જયશ્રીબેનના નિર્ણાયક મતની કદર કરતા તેમની પસંદગીનો લોગો આપણે બહુમતીથી પસંદ થયેલો જાહેર કરીએ છીએ.