મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર દલપતરામ રચિત સાહિત્યની ચૂંટેલી કૃતિઓને ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ગત પરિયોજનાથી વિપરિત આ પરિયોજના હેઠળ કોઈ એક પપુસ્તક ન લેતાં દલપતરામના છ નાના પુસ્તકો એક સાથે ચઢાવવામાં આવ્યાં - ૧. લક્ષ્મી નાટક (નાટક), ૨. ગંગાબાઈ જમનાબાઈની વાત (નાટક), ૩. ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ (નિબંધ), ૪. કથન સપ્તશતી (૭૦૦ કહેવતનો સંગ્રહ), ૫. સ્ત્રીસંભાષણ (નાટક), ૬. તાર્કિક બોધ (બોધપ્રદ લેખ સંગ્રહ). આ પરિયોજના ૨૩-૦૧-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૨-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૭ મિત્રો સહભાગી થયા. પરિયોજનાનું વ્યવસ્થાપન સુશાંત સાવલા (મુંબઈ)એ સંભાળ્યું હતું.

આ પરિયોજનામાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ), વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત (મુંબઈ). અશોકભાઈ મોઢવાડિયા(જુનાગઢ) ચિંતન શેલાત એ ભાગ લીધો હતો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


સુશાંત સાવલા

Catch India as it happens with the Rediff News App. To download it for FREE, click here