મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "મારો જેલનો અનુભવ"નું અક્ષરાંકન પૂર્ણ થયું છે, અન્ય પરિયોજના "વનવૃક્ષો" નું અક્ષરાંકન ૯૦% જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૯ હેઠળ ગાંધીજી રચિત / અનુવાદિત બોધકથા "મૂરખરાજ અને તેના બે ભાઈઓ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

આ વાર્તા ગાંધીજીના પ્રિય લેખક ટોલ્સટોયના વિચારો પર આધારિત છે. ગુજરાતી ભાષાની આ રસપ્રદ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/w/index.php?title=%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AA%96%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A4%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AC%E0%AB%87_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93&action=edit


આભાર.

સુશાંત સાવલા