મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત વ્રતકથા સંગ્રહ - કંકાવટી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તકમાં ગુજરાતના લોકજીવનમાં ઉજવવામાં આવતા વ્રતો અને તેની કથાઓનું વર્ણન છે. આ પરિયોજના ૧૩-૦૩-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૪-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૮ મિત્રો સહભાગી થયા. પરિયોજનાનું વ્યવસ્થાપન સતિષચંદ્ર પટેલ (ભરૂચ-ગુજરાત)એ સંભાળ્યું હતું.

આ પરિયોજનામાં વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), દેવેન્દ્રભાઈ (ભરૂચ), સુશાંત (મુંબઈ). ઉન્નતિબેન સાંઘાણી(બહેરીન) અને ધવલભાઈ ભાવસાર (બારડોલી)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ગાંધીજી લિખિત પુસ્તક "મંગળપ્રભાત" પૂર્ણતાને આરે છે. જે એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ જશે. આ સાથે "ગામડાંની વહારે" - પૂરક પરિયોજના પર કાર્ય ચાલુ છે. તેમાં સહભાગ લેવા નીચેની કડી પર સંપર્ક કરી શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87

સુશાંત સાવલા

Get your own FREE website and domain with business email solutions, click here