મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય સંગ્રહ "વેણીનાં ફુલ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. સર્જક શ્રી એ અનુભવ્યું કે પારંપારિક રીતે ગવાતા લોકગીતો શરૂઆતની સુંદર કડી પછી નરી સામાન્યતા કે શિષ્ટાચારની દ્રષ્ટિએ ક્યારે અસભ્ય લાગે એવી કડીઓ ધરાવતા હતા. તેવા ગીતો ને નવા રસિક અને વિષયાનુરૂપ શબ્દો વડે ગૂંથી અને અન્ય કવિતાઓ વડે તેમણે આ કાવ્ય વેણીની રચના સુંદર રચના કરી. આ પરિયોજના ૨૭-૦૮-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૯-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.

શ્રી. ઝવેચંદ મેઘાણીની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AB%87%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%82%E0%AA%B2

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >