મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સરસ્વતીચંદ્ર (ભાગ ૪)" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૬ હેઠળ નંદશંકર મહેતા લિખિત પ્રાચીન નવલકથા "કરણ ઘેલો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

ગુજરાતના છેલ્લા રજપુત કરણ વાઘેલાના જીવનને આવરી લેતી આ નવલકથા સૌ પ્રથમ ૧૮૬૬માં પ્રસિદ્ધ થઈ હતી અને તેને ગુજરાતી ભાષાની પહેલી નવલકથા માનવામાં આવે છે આ નવલકથાનું અંગ્રેજી ભાષાંતર ૨૦૧૫માં થયેલું છે.

ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Karanghelo.pdf

આભાર

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >