મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી નંદશંકર મહેતા લિખિત ઐતિહાસિક નવલકથા "કરણ ઘેલો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૮-૦૫-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૦૯-૦૭-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં નિઝિલ શાહ (મુંદ્રા), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.

ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાના જીવનને વણી લેતી આ નવલ કથા ૧૮૬૬માં પ્રસિદ્ધ થઈ હતી. આ નવલકથા ગુજરાતી ભાષાની પહેલી મૂળ નવલકથા છે. તેનું ભષાંતર અંગ્રેજીમાં પણ થયું છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%98%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B

આભાર.

સુશાંત સાવલા