મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના ૨૫ - "નળાખ્યાન"નું અક્ષરાંકન ૯૫% જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૬ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "વેવિશાળ"ને સ્રોત પર ચઢાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

આ પહેલા આપણે "સોરઠ, તારાં વહેતાં પાણી" ચડાવી. કોઈ પણ નાયક કે નાયિકા વગરની સોરઠના લોકજીવનની તે કથા હતી. તેથી ભિન્ન એવી નવલકથા હવે આપણે લઈએ છીએ. ગરીબ ઈમાનદાર અને મહેનતુ નાયક, ધનવાન સંસ્કારી નાયિકા, બે મિત્રો દ્વારા તેમની મિત્રતાને સંબંધોમાં રૂપાંતરિત કરવા થયેલ વેવિશાળ, મુંબઈ અને ગુજરાતના વણિક પરિવારના આઝાદી પૂર્વેના જીવનને વણી લેતી મસાલેદાર બોલીવુડ ફિલ્મ જેવી આ એક નવલકથા છે. ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.


https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B5%E0%AB%87%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3

આભાર.

સુશાંત સાવલા


Get your own FREE website and domain with business email solutions, click here