નમસ્તે વિકિમિત્રો,
http://gu.wikiquote.org નો 6 ઑગસ્ટ 2005ના રોજ પ્રારંભ થયા બાદ 2015 સુધી પ્રકલ્પ નિષ્ક્રિય હતો. ડિસેમ્બરમાં કામ કરવાનું શરું કર્યું ત્યારે માત્ર 9 લેખોના પાના હતા અને ઉજ્જડ વન જેવી સ્થિતિ હતી. મને ગુજરાતી wikiquote પર પ્રબંધન અધિકાર હંગામી 3 મહિના માટે મળ્યો છે, જેનો એક મહિનો વિતી ગયો છે. આ દરમિયાન નીચે મુજબના કામો પૂરા કરી શકાયા છે.
1.સંસ્કૃત, હિન્દી Wikiquote પર પ્રકલ્પનું નામ વિકિસૂક્તિ છે. તે મુજબ આપણે પણ પ્રકલ્પનું નામ વિકિઅવતરણમાંથી વિકિસૂક્તિ કર્યું છે. આ સૌથી યોગ્ય શબ્દ છે. Wikiquote નામથી જ પરિયોજનાના પાના બને છે તે નામ બદલીને વિકિસૂક્તિ કરવા તથા એ નામ સાથેના લોગા માટે ફેબ્રીકેટર પર બગ નોંધાવાયેલ છે.
2.જૂના મુખપૃષ્ઠને બદલીને તદ્દન નવું જ મુખપૃષ્ઠ બનાવાયું છે. તેમાં રોજ એક સુઊક્તિ રોજેરોજ બદલે તે રીતે સુવિચારો પણ મૂકવામાં આવે છે.
3.common.js થી માંડીને કોઇપણ મીડિયાવિકિ પાના નહોતા, હોટકેટ જેવા ઉપયોગી gedget સહિતના સાધનો સુવિધાઓ, વિભાગો, પ્રાથમિક ઉપયોગી ઢાંચાઓ વગેરે બનાવવામાં આવ્યા છે.
3.લેખોની સંખ્યા 9 હતી તે વધીને 42 થઈ છે અને 824 અન્ય પાનાઓ બનાવાયા છે.
4.આપણે વિકિસૂક્તિ પર મૂકાતા સુવાક્યોના ફોટા બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકવાનું અને વિકિસૂક્તિ પર પણ મૂકવાનું વિચારીએ છીએ જે લોકપ્રિય થઈ જશે. શ્રીમદ ભગવત ગીતા, ચાણક્ય નીતિ, વિદુર નીતિ જેવા quote ચડાવવાનું વિચારણા હેઠળ છે. વિવિધ મહાપુરુષોની ઊક્તિઓ અને વિવિધ વિષયો પર વિવિધ મહાનુભાવોની ઊક્તિઓનો સારો સંગ્રહ થઈ રહ્યો છે.
આ કાર્યમાં આપ સૌના સહકારની આવશ્યક્તા છે, ગુજરાતીના અન્ય પ્રકલ્પોની જેમ આ પ્રકલ્પ પણ ધબકતો થાય તેમ છે. નવા જૂના કોઇ જ સભ્યો હાલ નથી તે સ્થિતિમાં ગુવિકિના સક્રિયસભ્તયો રોજ થોડો સમય ફાળવીને મદદરુપ થઇ શકે છે. મહાપુરુષોના વાક્યો અને તેના જ્ઞાને સમાજમાં પરિવર્તનો સર્જ્યા છે ત્યારે એ મહામૂલુ જ્ઞાન અનેક ને ઉપયોગી થાય તેમ છે.
--
બટકતી આત્મા