મિત્રો,

આજથી લગભગ બે વર્ષ પહેલાં વિકિ સમુદાયની સાહિત્ય પરિયોજના વિકિસોર્સમાં ગુજરાતી ભાષાની કૃતિઓનો પણ સંચય હોવો જોઈએ એ વિચારે ગુજરાતી ડોમેનેની અરજી કરાઈ અને માર્ચ ૨૦૧૧માં વિકિસોર્સનું ગુજરાતી સંસ્કરણ વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. વિકિસ્રોત ડોમેન બન્યું તે સમયે તેમાં ૧૧૦૦ જેટલી છુટક કૃતિઓ કૃતિઓ હતી. તે સમયે સ્રોતમાં પૂર્ણ પુસ્તક ન હતા. વખત જતા મિત્રોએ સહકારી ધોરણે સહકાર્ય દ્વારા એક પછી એક એમ પુસ્તકો ચઢાવ્યા. અને આજે ૫૦ પુસ્તકો પૂર્ણ થયા છે. આ ઉપલબ્ધિ બીજા વર્ષની વર્ષગાંઠની ઉજવણીને વધુ આનંદદાયી બનાવશે.

આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌ મિત્રોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને આગળ આવનારી યાત્રા માટે સૌ મિત્રોનો સાથ આથી પણ વિશેષ સ્વરૂપે મળતો રહે એજ આશા.

સુશાંત સાવલા
ધવલ વ્યાસ
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >