ગુજરાતી વિકિપીડિયા ના સાથી સભ્યો,
 
૨૫ ઓગસ્ટ,૨૦૧૨ના રોજ અમદાવાદ ખાતે મારે "ત્રિપદાઃ શાળા સંસ્થાઓના અગ્રણીઓને મળવાનો એક બહુ જ સરસ અને મહત્વનો મોકો મળ્યો.
 
શરૂઆતની પરિચયાતમક ચર્ચાઓ  બાદ પછી શાળા ના અધ્યાપકો અને શિક્ષકોએ ગુજરાતી વિકિપીડિયા અને ભાષા પરનાં પ્રભુતવ ને પ્રાધાન્ય આપવા બાબતે ખુબ જ ઉત્સાહજનક અને સકારાત્મક પ્રતિસાદ આપ્યો.

તેઓએ એ મુલાકાત દરમ્યાન જ  ગુજરાતી વિકિપીડિયા પરના યોગદાનકર્તા ની સંખ્યા વધારવા માટે ગુજરાતી માધ્યમ ની ૧૦ શાળાઓ માં એક નિબંધ સ્પર્ધા યોજાવાનાં આયોજન વિષે પણ નક્કર સુચનો રજૂ કર્યાં.
 
આ મુલાકાત માં વિકિપીડિયા તરફથી નૂપુર રાવલ, હર્ષ કોઠારી , કોનારક રત્નાકર અને હું ઉપસ્થિત હતા. અમને તેમનો આ પ્રસ્તાવ ખૂબ ગમ્યો. પણ કોનારકે કહ્યા મુજબ, આપના ગુજરાતી વિકિપીડિયાના હાલના સભ્યોની મદદ વિના આ કાર્યક્રમ સફળ થવો મુશ્કેલ જ નહિ પણ અશક્ય છે. અંગ્રેજી વિકિપીડિયા ઉપર આવો એક કાર્યક્રમ થયો હતો જેમાં ૧૫૦૦ બાળકોએ લેખ લખ્યા અને ઘણી બધી મુશ્કેલી ઉભી થયી હતી. એટલે અમે ગુજરાતી માટે ફક્ત ૨૦ બાળકો નો પ્રસ્તાવ આપ્યો, જે પોતાના શિક્ષકો અને આપ સભ્યોની દેખરેખ હેઠળ ૨૦ લેખ ઉપર કામ કરશે જેથી કરીને આપણા અત્યારના લેખોને કોઈ પણ નુકસાન ના થાય.  આ બાળકો ને પહેલા ગુજરાતી ટાઈપીંગ, વિકિપીડિયા ના નિયમો અને માહિતી શોધવા ની તાલીમ મળશે.
 
જો આ કાર્યક્રમ ખરેખર સફળ થાય તો આપણને ગુજરાત સરકાર અને બીજી શાળાઓની મદદથી આપણે આ પ્રયોગને ગુજરાતની શાળાઓ સુધી  પણ વિસ્તૃત કરી શકીએ. મળશે. સાથે સાથે, ગુજરાતી વિકિપીડિયા ઉપર નવયુવાનોનો જુસ્સો આવી જશે અને આપણી યોગદાન સંખ્યા ઘણી વધશે!

આ અઠવાડિયાથી અમે અમદાવાદમાં સ્થિત સભ્યો અને શાળા પ્રતિનિધિ શરૂમાં નક્કી કરાયેલ ૧૦ શાળાઓ ની મુલાકાત લઇશું.  વિકિપીડિયા આપણા સૌ માટે મુક્ત છે છતાં, આપણી આજ્ઞા અને આપણા વિચારો જાણ્યાં વગર આ કાર્યક્રમ આગળ ના વધી શકે.
 
આપના વિચાર અહી જરૂર થી જણાવશો!
 
સાભાર,
 
અશોક વૈષ્ણવ, અમદાવાદ