નમસ્કાર વિકિમિત્રો,

ગત રવિવારના રોજ વેબ ગુર્જરીના સદસ્યોના યોજાયેલા મેળાવડામાં મને અન્ય વિકિપીડિયન આકાશ પંચાલ સાથે સામેલ થવાની તક મળી હતી. ત્યાં ગુજરાતી ભાષા અંગેની ચિત્તાકર્ષક વાતો કરવાની મજા પડી ગઈ. આ દરમિયાન અન્ય સદસ્યોને ગુજરાતી વિકિપીડિયા અંગેનો ખ્યાલ આપ્યો હતો. તેમાં સૌપ્રથમ તેમને  વિકિપીડિયાની મુક્ત વિશ્વ જ્ઞાનકોષ તરીકેની સંકલ્પના જણાવી હતી.  વિકિપીડિયાની હાલની સ્થિતિ, તેની સામન્ય માણસ સુધીની વ્યાપક પહોંચ અને તેના સમગ્ર વિશ્વમાં પ્રસાર વિશે સદસ્યોને માહિતીગાર કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી વિકિપીડિયા વિશેની સામન્ય માહિતી આપી, તેમાં કેવી રીતે કોઈ પણ વ્યક્તિ સંપાદન કરી શકે - તે માટે ટૂંકો લાઈવ ડેમો આપ્યો હતો. આ સાથે વિકિપીડીયામાં સંપાદન કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ જણાવી હતી. તેમાં મુખ્યત્વે વિકિપીડીયામાં ઉમેરેલી માહિતીની તટસ્થતા, વિષયની વિખ્યાતિનો સમાવેશ થાય છે. ત્યા હાજર સભ્યોએ ગુજરાતી વિકિપીડિયાના આ નાનકડા પરિચયમાં કુતૂહલતાપૂર્વક  રસ દાખવ્યો હતો.


આભારસહ,
સમકિત