વિકિસોર્સ ગુજરાતી - પ્રસ્તાવિત પરિયોજના

મિત્રો, આપ સૌને મેઈલિંગ લીસ્ટ વતી જાણ થઈ ગઈ હશે કે આપણા ગુજરાતી વિકિ એ ૧૦૦૦ લેખ પૂર્ણ કરી એક પગથિયું વટાવ્યું છે. આ ટપ્પો પૂર્ણ થતાં હવે એક નવું અભિયાન - પરિયોનજના શરૂ કરવાનો પ્રસ્તાવ છે તે વિષેની રૂપ રેખા મુકું છું. જાણું છું કે આ યોગ્ય ફલક નથી પણ જ્યાં સુધી સોર્સનું ઘર બાંધકામ હેઠળ છે ત્યાં સુધી તેમના ભાઈના ઘેર થી કામકાજ ચલાવાય તેમાં સભ્યોને આપત્તિ નહીં હોય. (આમ પણ આ બંને પરિયોજના એક બીજાના હાર્દીક સહયોગ સાથે વધે તે ઈચ્છનીય છે)


પરિયોજના

અત્યાર સુધીના સોર્સ પરના મોટા ભાગના લેખો કાવ્ય સ્વરૂપે છે. અને અમુક લેખો ગદ્ય સ્વરૂપે પણ છે. વિકિ મીડિયાના પ્રતિનિધિ અનુસાર હવે સમાજે અમુક પુસ્તક પણ શામિલ કરવું જોઈએ. તે હિસાબે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક પુસ્તક ચઢાવવાની પરિયોજના છે. આ માટે ગાંધીજી દ્વારા લિખિત ૪૪ પાનાનું એક નાનું પુસ્તક પસંદ કરાયું છે. જો આપ આ નાનકડી પરિયોજનામાં શામિલ થઈ અને ગુજરાતી વિકિઓ ટીમ વર્કમાં પણ પાવરધા છે તે બતાવી દેવા માંગતા હોવ તો તો નીચે તમારી સહમતી તમારી ટાઈપ કરી શકવાની ક્ષમતા સાથે જણાવો .

સહભાગી સભ્ય પાસેથી અપેક્ષા: મુખ્ય કામ આપરિયોજનામાં ટાયપિંગનું છે. સહભાગી સભ્યને તેમની શક્તિ અનુસાર સ્કેન કોપી ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે. જે તેણે ટાઈપ કરીને ચઢવવાની હશે. ૧ પ્રકરણની સાઈઝ ૬૦૦ શબ્દો કે બે પાના જેટલી હશે. તમે કેટલું ટાઈ પ કરી શકશો તે જણાવશો. --sushant (talk) ૦૪:૨૧, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)
Follow Rediff Deal ho jaye! to get exciting offers in your city everyday.