----- Forwarded Message -----
From: Mahendra Bakshi <msbakshi@yahoo.com>
To: bhavnagari@yahoogroups.com
Sent: Friday, 30 November 2012 12:49 PM
Subject: [bhavnagari] Search Engine for Gujarati Language

 
An interesting presentation on development of a search engine for Gujarati language will be made on Thursday, December 6, 2012 at Gujarati Sahitya Parishad in Amdavad. Following is excerpted from:
http://www.gujaratisahityaparishad.com/prakashan/newsletter/

<below text in Gujarati>

તા.૬/૧૨/૨૦૧૨ - ડૉ.પ્રસનજીત મજમુદારનું વક્તવ્ય

ગુજરાતી સાહિત્ય પરિષદના માતૃભાષા સંવર્ધન કેન્દ્ર હેઠળ 'ભાષા ટેકનોલૉજી'
વિષય પર ડૉ.પ્રસનજીત મજમુદારના વક્તવ્યનું આયોજન થયું છે. ડૉ.મજમુદાર
ગુજરાતી ભાષા માટેના 'સર્ચ-એન્જિન'નું નિદર્શન કરીને તેની અસરકારકતા વિશે
ચર્ચા-વિચારણા કરશે.

વક્તા: ડૉ.પ્રસનજીત મજમુદાર, DA-IICT
સમય: તા. ૬ ડિસેમ્બર, ૨૦૧૨, ગુરુવાર, સાંજે ૫.૩૦ વાગ્યે
સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
સહયોગ: કમ્પ્યૂટર સોસાયટી ચેપ્ટર, IEEE ગુજરાત

વક્તવ્ય વિશે:
ભારત એ વિવિધ ભાષાઓ ધરાવતો દેશ છે. ભારતીય ઉપખંડની ભાતભાતની ભાષાઓ જોતાં
તેને બહુભાષી ખંડ યુરોપ સાથે સરખાવી શકાય. ભૌગોલિક દૃષ્ટિએ ભારતીય
ઉપખંડમાં છ દેશો આવેલાં છે: પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા,
ભૂતાન અને ભારત. ૧-૩ અબજ જેટલી વસ્તી ધરાવતા આ ઉપખંડની સત્તાવાર ભાષાઓ
લગભગ પચીસ છે. આ પ્રદેશમાં વધારે બોલાતી ભાષાઓ છે, હિન્દી અને બંગાળી -
જેની ગણતરી દુનિયામાં સૌથી વધારે બોલાતી મોખરાની દસ ભાષાઓમાં થાય છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં (૨૦૦૦ થી ૨૦૧૨ સુધીમાં) ભારતીય ભાષાઓ(IL)ના
ઈલેક્ટ્રોનીક ડૉક્યુમેન્ટ્સ ૭૦૦ % ની ઝડપે વિકાસ પામી રહ્યા છે. તેથી આ
વિકાસને પહોંચી વળવા Information Retrieval systems -ઇન્ફોર્મેશન
રિટ્રીવલ સિસ્ટ્મ્સ- વિકસાવવી જ પડે. આ જરૂરિયાતને લઈને, ભારત સરકારે
શૈક્ષણિક અને સંશોધક સંસ્થાઓનો રાષ્ટ્રીય સંઘ સ્થાપ્યો છે અને તેમને
ભારતીય ભાષાઓ માટે Cross Lingual Information Access (CLIA) સિસ્ટમ
રચવાનું કાર્ય સોંપાયું છે. DA-IICT -ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઑફ
ઈન્ફોર્મેશન એન્ડ કમ્યૂનીકેશન્સ ટેકનોલૉજી- આ સંઘનો એક ભાગ છે અને તેને
ગુજરાતી ભાષા માટેની ઈન્ફોર્મેશન એક્સેસ સિસ્ટમ બનાવવાનું કાર્ય
સોંપવામાં આવ્યું છે. આ વક્તવ્ય આ કાર્યને લગતા મુદ્દાઓ પર પ્રકાશ પાડશે
તેમજ DA-IICT ની IR (Information Retrieval) લેબોરેટરી વિશે જણાવશે.

Mahendra Bakshi.
__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
We welcome participation from anyone who currently lives in Bhavnagar (Gujarat, India), had lived in Bhavnagar, or has family or friends in Bhavnagar.

ENCOURAGED: A variety of opinions, discussions, community, personal experiences, charity, civic issues, fun topics, contact development, new friendships, any topics that members may find worth discussing.
DISCOURAGED: Product sales, foul language, personal attacks.

A few disagreements are inevitable.  All messages are however immediately posted, UNCENSORED.

To post message: bhavnagari@yahoogroups.com
Subscribe:  bhavnagari-subscribe@yahoogroups.com
Unsubscribe:  bhavnagari-unsubscribe@yahoogroups.com
List owner:  bhavnagari-owner@yahoogroups.com
.

__,_._,___