મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા રચિત બાળ માહિતી પુસ્તક "વનવૃક્ષો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતું આ પુસ્ત્ક બાળકોને તેમના પર્યાવરણના વૃક્ષો વિષે માહિતી આપે છે. આ પરિયોજના ૦૪-૦૯-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૮-૦૯-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), ધવલભાઈ ભાવસાર (બારડોલી), સતિષચંદ્ર પટેલ, જયમ પટેલ, દેવેન્દ્રસિંહ ગોહિલ (ભરૂચ), વ્યોમ (જુનાગઢ), ધવલભાઈ વ્યાસ (લંડન) , મહર્ષિભાઈ મહેતા (જર્મની) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ગિજુભાઈ બધેકાની આ પ્રાચીન કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે

સુશાંત સાવલા