મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગાંધીજી રચિત અનુભવ ગાથા "મારો જેલનો અનુભવ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. દક્ષીણ આફ્રિકામાં કરવામાં આવેલ સત્યગ્રહને કારણે થયેલા કારાવાસ ના અનુભવોને ગાંધીજીએ આપુસ્તકમાં વણી લીધા છે. ગાંધીજીના અત્યંત પ્રાચીન લેખનો મામ્ની આ એક કૃતિ છે. તે સૌ પ્રથમ ફીનીક્સ (દક્ષિણ આફ્રિકા) ખાતે થી પ્રસિદ્ધ થઈ હતી. આ પરિયોજના ૨૭-૦૮-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૯-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ (જૂનાગઢ) કાર્તિકભાઈ મિસ્ત્રી (અમદાવાદ) , સતીષચંદ્ર પટેલ (ભરૂચ), જયમ પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ગાંધીજીની આ પ્રાચીન કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે


સુશાંત સાવલા