મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણીની "સૌરાષ્ટ્રની રસધાર ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. લોકસાહિત્ય દ્વારા સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક અને રાજકીય ઈતિહાસની ઝાંખી આપતું આ પુસ્તક જુના કાળના સૌરાષ્ટ્રિય જીવન વિષે માહિતી આપે છે. આ પરિયોજના ૧૩-૦૯-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૧૦-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

પુસ્તકના અમુક પ્રકરણો પહેલેથી મોજૂદ હતાં. બાકી પ્રકરણોને આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કાર્તિકભાઈ મિસ્ત્રી, સુશાંત (મુંબઈ) ઉન્નતીબેન સાંઘાણી (બહેરીન), અશોકભાઈ મોઢવાડીયા (જૂનાગઢ) એ સાથે મળી પૂર્ણ કર્યા હતાં. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ઝવેરચંદ મેઘાણીની આ રસભરી કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >