મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગાંધીજી રચિત બોધ કથા "મૂરખરાજ અને તેના બે ભાઈઓ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ગાંધીજીના પ્રિય અને વિશ્વપ્રસિદ્ધ લેખક ટોલ્સટોયના વિચાર પર આધારિત આ બોધ કથા સાદી રહેણી કરણી અને સદાચાર પર આધારિત છે. આ પરિયોજના ૦૭-૦૯-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૧૩-૦૯-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કાર્તિકભાઈ મિસ્ત્રી, કોકિલાબેન મિસ્ત્રી અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ગાંધીજીની આ પ્રાચીન કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે

સુશાંત સાવલા