મિત્રો,

આજે વિકિસ્રોત પર કૃતિઓની સંખ્યાનો આંકડો ૩૦૦૦ નો આંકડો પાર કરી ચૂક્યો છે અને સ્રોત કહેવડાવવાની સાર્થકતા પામવા એક વધુ ડગલું આગળ વધ્યો છે.

આજથી સવા એક વર્ષ પહેલાં વિકિ સમુદાયની સાહિત્ય પરિયોજના વિકિસોર્સમાં ગુજરાતી ભાષાની કૃતિઓનો પણ સંચય હોવો જોઈએ એ વિચારે ગુજરાતી ડોમેનેની અરજી કરાઈ અને માર્ચ ૨૦૧૧માં વિકિસોર્સનું ગુજરાતી સંસ્કરણ વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. વિકિસ્રોત ડોમેન બન્યું તે સમયે તેમાં ૧૧૦૦ જેટલી કૃતિઓ હતી. ૨૨-૦૧-૨૦૧૩ ના દિવસે વિકિસ્રોતએ ૨૦૦૦ નો આંકડો વટાવ્યો હતો. ત્યાર બાદની સાત મહિના જેટલા સમયમાં અન્ય ૧૦૦૦ કૃતિઓ ઉમેરી નવું લક્ષ્ય સ્રોતે પ્રાપ્ત કર્યું છે.

આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌ મિત્રોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને આગળ આવનારી યાત્રા માટે સૌ મિત્રોનો સાથ આથી પણ વિશેષ સ્વરૂપે મળતો રહે એજ આશા.


ધવલ વ્યાસ
સુશાંત સાવલા

Get your own FREE website and domain with business email solutions, click here