મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. શામળ ભટ્ટ રચિત કાવ્ય કથા "અંગદવિષ્ટિ " ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. રામાયણની કથાના રામ-રાવણ વચ્ચેના લંકા યુદ્ધ પહેલાં યુદ્ધ નિવારી શકાય એ ઉદ્દેશથી અંગદને દૂત તરીકે લંકા મોકલ્વામાં આવ્યા હતા તેની આ કાવ્યકથા છે. આ પરિયોજના ૦૫-૧૧-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૧૧-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), ધવલ ભાવસાર (બારડોલી), અશોક મોઢવાડીયા (જૂનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પરિયોજનાનું વ્યવસ્થાપન વ્યોમ (જૂનાગઢ)એ સંભાળ્યું હતું

શ્રી. શામળ ભટ્ટની આ પદ્યકથાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF

સુશાંત સાવલા

Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >