મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "વેવિશાળ"નું અક્ષરાંકન પૂર્ણ થયું છે, અન્ય પરિયોજના "મારો જેલનો અનુભવ" નું અક્ષરાંકન ૮૦% જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૮ હેઠળ ગિજુભાઈ બધેકાએ બાળકોને માટે રચેલ માહિતી પુસ્તિકા "વનવૃક્ષો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

વૃક્ષોના રસિક અભ્યાસની દિશા ઉઘાડવા માટેની યોજના હેથળ રચાયેલ આ પુસ્તક આપણી આસપાસના વૃક્ષોનો ઘણી રસિક શૈલિમાં પરિચય આપે છે. ગુજરાતી ભાષાની આ માહિતીપ્રદ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા અને વિદ્યાર્થી કાળના સંસ્મરણોને તાજા કરવા આ સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.


આભાર.

સુશાંત સાવલા
Your company email & website at your own domain @ Rs. 67/month. 
Know More