આભાર નિલેશભાઈ,
 
જો આપ આ કામમાં કોઈ પણ પ્રકારની મદદ કરી શકો તેમ હોવ તો જરૂરથી આપણે એ દિશામાં આગળ વધી શકીએ. પ્રારંભિક કક્ષાએ તો આપણૅ એટલું કરી શકીએ કે જુનાગઢના પ્રસિદ્ધ એવા દસેક સ્થળો પર સારી કક્ષાના લેખો તૈયાર કરીએ. આપણા અશોકભાઈ પણ એમાં સહયોગ આપશે. એક વખત આપણી પાસે થોડા લેખો તૈયાર થઈ જાય પછી આપણે બીજા ચરણનું કામ હાથ પર લઈએ અને સરકારી વિભાગનો સંપર્ક કરીને તેમને સ્મારકોની માહિતીના પાટિયા પર આ કોડ્સ મુકવા માટે સહમત કરવા. અશોકભાઈ, તમારા વિચારો પણ જણાવશો?
 
ધવલ સુ. વ્યાસ

2012/9/19 Nilesh Bandhiya <nileshbandhiya@yahoo.com>

હમણાં કેટલાક સમયથી હું વિકિપીડિયા પર હાજરી આપી શક્યો નથી. ઘણી વ્યસ્તતાના કારણે છેક આજે સમય મળ્યો. QR Code નો વિચાર બહુ જ સરસ છે. અને હું પણ જૂનાગઢનો રહેવાસી (ગિરનારી) છું. આથી મારો પણ આ પ્રોજેક્ટમાં બનતો સહયોગ રહેશે. રવિવારે અહીં જૂનાગઢ આવું છું. અને નેટ સર્ફ કરૂ છું. આની પહેલા શાળાઓમાં વિકિપીડિયાની પહેલ કરવામાં આવી હતી, તે પણ મને બહુ જ પસંદ આવી. મારો પણ વિચાર હતો કે હું પણ સહયોગ આપું, પરંતુ સમયના અભાવને કારણે કશુ થઇ શકતું નથી. આ QR Codની પહેલમાં હું જોડાઉં છુ...

-     નિલેશ ડી. બંધીયા

 


_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu