મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણભાઈ નીલકંઠ રચિત પુસ્તિકા "રાઈનો પર્વત" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તકમાં પ્રાચીન ભવાઈની એક ઘટના નો આધાર લઈને રમણભાઈ નીલકંઠએ સુંદર નાટક વણેલું છે. આ પરિયોજના ૦૫-૦૬-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૦૭-૨૦૧૩ ના દિવસે પૂર્ણ થઈ છે. તેમાં ૫ મિત્રો સહભાગી થયા.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), જયશ્રી (મુંબઈ), ધવલભાઈ વ્યાસ (લંડન) સતીષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ). એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

હાલમાં પ્રેમાનંદમેઘાણી રચિત નવલકથા "નળાખ્યાન" પર સહકાર્ય ચાલુ છે. તેમાં જોડાવવા ઈચ્છનાર નીચેની કડી પર સંપર્ક કરી શકે છે.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4

સુશાંત સાવલા

Get your own FREE website and domain with business email solutions, click here