ભાઈઓ અને બહેનો,

ફરી એક વખત ઉપયોગી એવા સાધનો આપણા ગુજરાતી વિકિપીડિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. Navigation Popups અને Reference tooltips આ બે એવા સાધનો છે જે વિકિપીડિયામાં ઉપલબ્ધ થયા છે. Navigation Popupsની મદદથી કોઈપણ લેખ વાંચતી વખતે તેમાં રહેલી આંતરિક કડી (વાદળી રંગના અક્ષરો, કે જેના વિષે વિકિમાં અલગ પાનું અસ્તિત્વમાં હોય તે) પર કર્સર લઈ જતા તે પાનાની ઝલક એક નાનકડા પોપ-અપ બોક્સમાં દેખાશે. એ જ રીતે Reference tooltips સક્રિય કરવાથી જ્યારે તમે લેખમાં રહેલા સંદર્ભ ક્રમાંક પર માઉસ લઈ જશો ત્યારે તે સંદર્ભની વિગતો ત્યાં જ પોપ-અપ બોક્સમાં દેખાશે.

આ સાધનોના ગુજરાતીકરણ કરવા માટે હર્ષભાઈનો આભાર માનવો ઘટે.

આ સાથે ગુજરાતી વિકિસ્રોતમાં પણ બે ઉપયોગી એવા સાધનો ઉમેરવામાં આવ્યા છે. શ્રેણીઓનું ઉમેરણ અને બાદબાકી કરવા માટેનું HotCat અને ઉપર જણાવ્યું તે Navigation Popups કેમકે તે વિકિસ્રોતમાં પણ ઉપયોગી છે.

અહિં સામેલ સ્ક્રિન-શોટમાં તમારી પસંદમાં આ સાધનો કેવી રીતે જોવા મળશે તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. હું અને હર્ષભાઈ આશા રાખીએ કે આ સાધનો આપને ઉપયોગી થશે.
Inline image 1

આભાર,
ધવલ સુ. વ્યાસ
(પ્રબંધક)