small correction below ..વિકિસ્રોત

2013/1/19 sanjay pandya <sanjaypandya003@gmail.com>
ધવલભાઈ / હર્ષભાઈ , સુશાંતભાઈ  , 
વિકીશ્રોતની વર્ષગાંઠના અનુસંધાનમાં ....
મુંબઈમાં શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ઉપક્રમે દર મહિનાના પહેલા શનિવારે સાંજે 7.45 વાગે અમે સાહિત્યિક સાંજ "ઝરુખો "બોરીવલીમાં યોજીએ છીએ ..સાહિત્ય , પત્રકારત્વ , નાટક , વગરે ક્ષેત્રની જાણીતી પ્રતિભાઓ વક્તવ્ય માટે આવે છે ...અમારા વક્તાને અવારનવાર આજુબાજુની શાળામાં પણ વક્તવ્ય માટે લઈ જઈએ છીએ ..

વિકીશ્રોતની વર્ષગાંઠે કેવા કાર્યક્રમનું આયોજન કરવાની તમારી કલ્પના છે એનો અંદાજ મળે તો 2 અપ્રિલ શનિવારે ઝરુખોમાં ગોઠવી શકાય ...

હું કવિતા, વાર્તા , લઘુનવલ , લેખો લખું છું ...મુશાયરા , કવિ સંમેલન  ઉપરાંત  સંસ્થાઓમાં વક્તવ્ય આપું છું એ ફક્ત જાણ ખાતર .

સસ્નેહ ..
સંજય પંડ્યા 

2013/1/19 Nilesh Bandhiya <nileshbandhiya@yahoo.com>
જી હા, આપનો વિચાર ગમ્યો. ૨૭ માર્ચે વિકિસ્રોતની પ્રમથ વર્ષગાંઠ નિમિત્તે આપણે આ અંગેનો એક કાર્યક્રમ રાખી શકીએ. એના માટે હું હંમેશા તૈયાર છું. અને રૂપાયતન હંમેશા ગુજરાતી સાહિત્ય કાર્યમાં જોડાયેલી જ છે. આમ છતાં, હું રૂપાયતન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સાથે વાત કરી લઇશ. આ અંગેનો કાર્યક્રમ રૂપાયતનમાં થાય તો મને પણ આનંદ થશે.

હું ભાણવડ જોબ કરૂ છું. રવિવારે ત્યાં ઘરે જતો હોંઉ છું. જોકે ૨૭ માર્ચે બુધવાર છે. છતાં પણ જો કાર્યક્રમ ગોઠવાશે, તો હું ચોક્કસ આવવાનો પ્રયત્ન કરીશ.

- નિલેશ બંધીયા
http://rupayatan.com

From: Dhaval S. Vyas <dsvyas@gmail.com>
To: nilesh bandhiya <nileshbandhiya@yahoo.com>; sushant savla <sushant_savla@rediffmail.com>
Sent: Saturday, 19 January 2013 5:39 AM
Subject: વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ

નિલેષભાઈ,
આપને જાણ હશે કે ૨૭ માર્ચને દિવસે વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવશે. આ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમના આયોજનનો વિચાર ઘણા સમયથી મારા અને સુશાંતભાઈના મગજમાં ચાલી રહ્યો છે. કેમકે વિકિસ્રોતમાં ગુજરાતી સાહિત્યનો સમાવેશ થાય છે, અમારું માનવું છે કે આ કાર્યક્રમ એવી કક્ષાના લોકો વચ્ચે કરીએ જેમને તે ઉપયોગી થઈ પડવાનું હોય. અમે લોકો ગુજરાત અને મુંબઈની સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અમુક સંસ્થાઓના સંપર્કમાં છીએ અને તે પર્યાયો વિચારી રહ્યા છીએ. મારા ધ્યાનમાં તાજેતરમાં જ આવ્યું હતું કે રૂપાયતન સંસ્થા સાથે જોડાયેલા હોવાથી તમે જૂનાગઢમાં છો. આપણા અશોકભાઈ મોઢવાડીયા અને વ્યોમભાઈ પણ જૂનાગઢમાં છે. તો જો આવો કાર્યક્રમ આપણે રૂપાયતનમાં કરી શકીએ તો સારૂં થશે. એ વિષયે આપના મંતવ્યો જાણવાની ઈચ્છા હતી.
આપ આ ઈમેલનો પ્રત્યુત્તર જેટલી ઝડપથી આપી શકો તેટલું સારૂં.
સાભાર,
ધવલ સુ. વ્યાસ



_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu