મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "ભટનું ભોપાળું"નું અક્ષરાંકન પૂર્ણ થયું છે. પરિયોજના - "સોરઠ, તારાં વહેતાં પાણી" ૯૬% પૂર્ણ થઈ છે, તેના સર્વ પ્રકરણો સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૩ હેઠળ રમણભાઈ મહિપતરામ નીલકંઠ રચિત નાટક "રાઈનો પર્વત"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા ભરૂચના મિત્ર સતિષચંદ્રભાઈ કરશે.

"પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ
રાઈનો પર્વત કરે, પર્વત બાગનિ માંહિ"

એ વિચાર ધારા પર આ સાત અંકી વાચ્ય નાટક રચાયું છે. આ નાટકને પાઠ્ય પુસ્તક તરીકે પણ શીખવવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4

આભાર.

સુશાંત સાવલા

Get your own FREE website and domain with business email solutions, click here