મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. અરદેશર ફરામજી ખબરદાર રચિત ભક્તિ કાવ્ય સંગ્રહ "કલ્યાણિકા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આધ્યાત્મિક અને ભક્તિ ભાવ ધરાવતા ૫૯ જેટલા ભજનોનો આ સંગ્રહ છે. પુસ્તકને અંતે તે ભજનોનો ભાવાર્થ સમજવા ટિપ્પણ આપેલી છે જે હરિન્દ્ર દવે એ લખેલી છે. આ પરિયોજના ૧૪-૦૪-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૪-૦૫-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ(ભરૂચ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

શ્રી. અરદેશર ખબરદારની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >