મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "સોરઠ, તારાં વહેતાં પાણી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. કોઈ પણ નાયક નાયિકા કે ખલનાયક વગરની આ નવલકથા અંગ્રેજ શાસન દરમિયાનના સોરઠના લોકજીવનનો રસપ્રદ ચિતાર આપે છે. આ પરિયોજના ૨૭-૦૪-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૦૬-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૩ મિત્રો - સતિષચંદ્ર પટેલ (ભરૂચ), જયમ પટેલ(ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), જયશ્રીબેન (મુંબઈ), દેવન્દ્રસિંહ (ભરૂચ), મહર્ષિભાઈ (જર્મની), વ્યોમ (જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પરિયોજનાનું વ્યવસ્થાપન વ્યોમભાઈ (જુનાગઢ)એ સંભાળ્યું હતું.

આ નવલકથાના વાંચન માટે રસિકગણને સહર્ષ આમંત્રણ.

સુશાંત સાવલા


Get your own FREE website and domain with business email solutions, click here