૪-૧૧-૨૦૧૨ની વૅબ ગોષ્ઠીનૉ અહેવાલ વાંચીને મારા પ્રતિભાવ જણાવું છુંઃ
૧. ગુજરાતી વિકિપીડીયા / વિકિસ્રોત વિશે બહુ મર્યાદીત સંખ્યામાં સક્રિયતા જોવા મળે છે. આ બહુ વિચાર માગી લે તેવી બાબત છે. એવું તો નથી જ કે ગુજરાતીઓ વેબજગતની મુલાકાતો નથી લેતા, અને તેમ છતાં ગુજરાતી જ્ઞાનવર્ધક સાઇટસ, અને તેની સાથે ગુજરાતી ભાષાને વધારે સમૃધ્ધ કરવાની બાબતમાં ગુજરાતીઓની ઉદાસીનતાની ચર્ચા લગભગ દરેક માદ્યમો પર જોવા મળે છે. આ બાબતે કોઇએ - સંસ્થા કે વ્યક્તિ કે વ્યક્તિસમુહ -જો, અને જે કંઇ-, પ્રયત્નો કર્યા હોય તો તે પ્રયત્નોને જે વધારે સબળ કરવા જોઇએ.જેથી અત્યારે જે કંઇ વિકેન્દ્રીત પ્રયત્નો થ ઇ રહ્યા હશે તેની અસર ન થવાનાં viciuos cycleમાથી બહાર નીકળી શકાય.
૨. વિકિપીડીયાના મિત્રોના પ્રયત્નો સ્તુત્ય છે. તેઓ વિધ વિધ વિષયો પર હાથ અજમાવી રહ્યા છે તે ખરેખર ઉત્સાહપ્રેરક પરિબળ છે.
૩. ગુજરાતી સાહિત્યનું ટાઇપ્ડ કન્ટેન્ટ મેળવવા માટેના પ્રયત્ન પણ એક સરસ વિકલ્પ છે.
૪. મારૂં એક સૂચન છે. આ ચર્ચા કે તેમાંથી ફલિત થતાં એવાં કામો જેમાં અન્ય ગુજરાતી સમાજને આવરી લેવાની જરૂર છે તેવી બાબતોને જે મિત્રો અન્ય સોશ્યલ મિડિયા પર સક્રિય હોય તે સંપર્ક્સૂત્રોને પણ આ બાબતે કામે લે. આમ કરવાથી આપણે અહિંના મહત્વના સંદેશને વધારે જોવા મળતો કરીએ તો તેમાઠી વધારે સક્રિય સહકાર મળવાની શક્યતા વધી શકે.
--- અશોક વૈષ્ણવ

 
From: "wikipedia-gu-request@lists.wikimedia.org" <wikipedia-gu-request@lists.wikimedia.org>
To: wikipedia-gu@lists.wikimedia.org
Sent: Sunday, November 4, 2012 5:30 PM
Subject: Wikipedia-gu Digest, Vol 12, Issue 1

----- Forwarded Message -----

Send Wikipedia-gu mailing list submissions to
    wikipedia-gu@lists.wikimedia.org

To subscribe or unsubscribe via the World Wide Web, visit
    https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
or, via email, send a message with subject or body 'help' to
    wikipedia-gu-request@lists.wikimedia.org

You can reach the person managing the list at
    wikipedia-gu-owner@lists.wikimedia.org

When replying, please edit your Subject line so it is more specific
than "Re: Contents of Wikipedia-gu digest..."

Today's Topics:

  1. Re: ??? ?????? ?? (??????, ? ???????) Web Meeting 11 (Sunday,
      4th November) (Dhaval S. Vyas)
ભાઈઓ અને બહેનો,
 
આજની વેબ ગોષ્ઠિમાં કુલ પાંચ સભ્યોએ ભાગ લીધો હતો. હું, મહર્ષિભાઈ, સમકિતભાઈ, સુશાંતભાઈ અને હર્ષભાઈ ઉપસ્થિત હતા. સમકિતભાઈ પ્રથમ વખત જોડાયા તે બદલ તેમનો આભાર. આજે થયેલી ચર્ચાના મુદ્દાઓ ટૂંકમાં નીચે પ્રમાણે છે:
  1. ઢાંચાઓ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં રાખવા જેથી
  2. OCR બાબતે શું થયું? જેમાં પ્રો. મોહન સાથે વાત કરી અને તેમને એક પ્રકરણનું સ્કેન અને ગુજરાતીમાં ટાઇપ કરેલું સુશાંતભાઈએ પહોંચાડ્યું છે. જેના પર તેઓ કામ કરી રહ્યા છે. અન્ય સોફ્ટવેર અશોકભાઈએ ટ્રાય કર્યું તેમાં નિષ્ફળતા મળી છે.
  3. ગીતા પ્રેસ, સસ્તુ સાહિત્ય વર્ધક પુસ્તકાલય, મેઘાણીનું સંપર્ક સ્થાન, જેવી પ્રેસોનો સંપર્ક કરીને તેમની પાસેથી ટાઇપ્ડ કન્ટેન્ટ મેળવી શકાય જેથી આપણે સીધેસીધું તે લખાણ અપલોડ કરી શકીએ. સુશાંતભાઈ ગીતા પ્રેસ ગોરખપુરનો સંપર્ક કરે.
  4. જૂનાગઢ વિષયને લગતા QR કોડ તૈયાર કરવા (વિકિપીડિયાની અને તે સ્થળ સંલગ્ન વિકિસ્રોતની કડીઓ પણ ઉમેરવી). ધવલ આ કામ કરશે.
  5. શાળા પ્રચાર-પ્રસાર કાર્યક્રમની પ્રગતિ વિષે ચર્ચા.
  6. કોઈપણ કાર્યક્રમનું વિડિઓ રેકોર્ડિંગ કરીને તેની પણ લિંક્સ શેર કરવી જેથી અંદરોઅંદર એકબીજાના વ્યુહ જાણી શકાય.
  7. ભૂગોળ શ્રેણીમાં કઈ પેટા શ્રેણીઓ રાખવી? હાલમાં ગામો, શહેરો, રાજ્યો વગેરે ભૂગોળ શ્રેણીમાં છે તેને દૂર કરવા. હાલ પૂરતા ભૌગોલિક સ્થળો, જેવાકે પર્વતો, નદીઓ, વગેરેને આ શ્રેણીમાં જ રહેવા દેવા.
  8. ગામોનું લિસ્ટ જેના પર સતિષભાઈએ કામ કર્યું છે તેમાંથી બાકી રહી ગયેલા ગામો પર લેખો બનાવવા. સતિષભાઈનો સંપર્ક કરીને એમનાથી બાકી રહી ગયેલા ગામોની યાદી મેળવવી.
  9. લેખોમાં લેખના શીર્ષકને અંગ્રેજીમાં પણ મુકવું કે નહિ તે બાબતે ચર્ચા થઈ.
  10. ટ્વિંકલ અને હોટ-કેટ ટૂલ ગુજરાતીમાં લાવવા.
  11. વિકિસ્રોતમાં જૂદાજૂદા સભ્યો ટાઇપિંગ કેવી રીતે કરે છે તેની ચર્ચા કરીને સૌથી વધુ એફિશિયન્ટ પદ્ધતિની ચર્ચા કરવી. મહર્ષિભાઈ વિકિસ્રોતનાં સભાખંડમાં ચર્ચા ચાલુ કરશે.
  12. ચોતરો (અન્ય) અને ચોતરો (સમાચાર)ને ભેગા કરી દેવા.
આ ચર્ચાની સવિસ્તૃત માહિતી વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૧[1] પર મુકવામાં આવી છે જ્યાં આપેલી કડી મારફતે તમે આખી જ ચર્ચાનું ધ્વનિમુદ્રણ પણ સાંભળી શકશો. આગામી ગોષ્ઠિઓમાં વધુને વધુ સભ્યો જોડાય તે આશા સહ,
 
ધવલ સુ. વ્યાસ
(પ્રબંધક)
User:Dsvyas
2012/10/30 Dhaval S. Vyas <dsvyas@gmail.com>
ભાઈઓ અને બહેનો,
આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૪ નવેમ્બરની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત વિકિપીડિયા:ગોષ્ઠિ પર પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો અને તેમાં ઉમેરેલા મુદ્દા સિવાયના કોઈ મુદ્દા આપ ચર્ચવા માગતા હોવ તો પણ ત્યાં જણાવવા વિનંતિ.
સ્વાભાવિક રીતે જ દર વખતની જેમ આ વખતે પણ સ્કાયપ પર જ આપણે સહુ મળીશું, પણ જો શક્ય હોય તો ગુગલ પ્લસમાં ગુગલ હેંગ આઉટ પર જોડાવાનો પ્રયત્ન કરીશું, જેથી વધુ સુવિધાઓનો ઉપયોગ કરી શકીએ.
Dear all, this coming Sunday, 4th November, we will be having our next web meeting. If possible, please join us on skype at 11 am IST. The same has been announced on Gujarati Wikipeida's meetings page. If you are attending, please let us know before hand. Also, if you have any additional issues to discuss, apart from those listed there, please add them there.

શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,

ધવલ વ્યાસ
પ્રબંધક

Skype ID to add: gu.wikipedia
Time: 11 am
Date: 4th November


_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu