ભાઈઓ અને બહેનો, વેબગોષ્ઠિ શરુ થઈ ગઈ છે, તમારી રાહ જોવાય છે....


2013/8/29 Dhaval S. Vyas <dsvyas@gmail.com>
ભાઈઓ અને બહેનો,
આપ સહુને જણાવવાનું કે બે મહિનાના વિરામ પછી આવતા રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૮ સપ્ટેમ્બરની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત વિકિપીડિયા:ગોષ્ઠિ પર અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો
ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોની જાણ સારુ, દર મહિના પહેલા રવિવારે સવારે ૧૧ વાગ્યે આપણે સ્કાયપ પર ઓનલાઈન ગ્રુપ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ, સમય સંજોગો અનુસાર બેથી ૮ સુધીની સંખ્યામાં સભ્યો ભેગા થયેલા છે. નવુ શીખવા અને જાણવા માટેનો આ એક સરસ મંચ છે, તો આપને પણ અનુરોધ છે કે શક્ય હોય, સુવિધા હોય અને અનુકૂળતા હોય તો સવિવારની સવારનો એક કલાક ફાળવજો.

શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,

ધવલ વ્યાસ
પ્રબંધક

Skype ID to add: gu.wikipedia
Time: 11 am IST
Date: 8th September

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu